Explore the samaj

HomeBack to the community NukhFind your nukh GotraFind your gotra BusinessCommunity businesses HostelsStay and study MatrimonyFind a match EventsCommunity gatherings HistoryOur community roots TempleHinglaj Mataji JobsCommunity opportunities News & blogsNews and stories FeedbackShare your suggestions EulaTerms and privacy
LoginRegister

શ્રી જી. કે. એન્ડ સી. કે. બોસમિયા આર્ટસ એન્ડ કૉમર્સ કોલેજ, જેતપુર

જુનિયર કલાર્ક, સિનિયર કલાર્ક, હેડ કલાર્ક

Posted 11-Oct-2025

About this job

સદર જ્ગ્યા સરકારશ્રી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા સામાન્ય વહીવટી વિભાગ તથા નાણાં વિભાગના વખતો વખતના જે તે સંવર્ગના ભરતીના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ ભરતી કરવામાં આવશે.નિમણુંક પામેલ ઉમેદવારને પાંચ વર્ષ માટે ફિકસ પગાર ચુકવવામાં આવશે. ત્યાર બાદ સમીક્ષા કર્યા પછી નિયમોનુસાર પગાર ધોરણ લાગુ પડશે. નિમણુંક પામનાર ઉમેદવારને ઉપર દર્શાવ્યા મુજબ તા. ૧૯/૦૯/૨૦૨૫ થી મળેલ NOCમાં દર્શાવેલ તમામ શરતોને બંધનકર્તા રહેશે. અધૂરી, અસ્પષ્ટ વિગતોવાળી અને પ્રમાણપત્રોની નક્લ વગરની અરજી તેમજ નિયત સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ આપોઆપ રદ ગણાશે, ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધ થયાના દિન-૭ માં રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી. દ્રારા અરજી મોકલવાની રહેશે. અરજી સાથે પોતાના સરનામાવાળું ૧૦'-૪' નું ખાલી કવર તથા રૂ. ૪૦/-ની ટપાલ ટીકીટ લગાવવી અને બિનઅનામત કેટગરી માટે રૂ. ૧૦૦૦/- અને અનામત કેટગરી માટે રૂ. ૮૦૦/- નો ડીમાન્ડ ડ્રાફટ PRINCIPAL G. K. C. K. BOSAMIA ARTS & COMMERCE COLLEGE-JETPUR ના નામનો અવશ્ય સાથે સામેલ રાખીને નીચેના સરનામે મોકલી આપવી.

About the company

શ્રી જી. કે. એન્ડ સી. કે. બોસમિયા આર્ટસ એન્ડ કૉમર્સ કોલેજ, જેતપુર, જી.રાજકોટ ને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી ગાંધીનગરના પત્ર કમાંક: કવટ/isc3/વર્ગ -3/NOC/22980-82 તારીખ 19/09/2025 થી વર્ગ-3 ની નીચે મુજબની જગ્યા ભરવા NOC મળેલ છે. ભરતી કરવા માટે અરજીનો નિયત નમુનો તેમજ ભરતી સંબંધી જરૂરી વિગતો કોલજની વેબસાઇટ https://bosamiacollege.org/new1/ પર મુકેલ છે.

Requirements

સ્નાતક ડિગ્રી, માન્ય સંસ્થાની કોમ્પ્યુટર પરીક્ષા પાસ.