Explore the samaj

HomeBack to the community NukhFind your nukh GotraFind your gotra BusinessCommunity businesses HostelsStay and study MatrimonyFind a match EventsCommunity gatherings HistoryOur community roots TempleHinglaj Mataji JobsCommunity opportunities News & blogsNews and stories FeedbackShare your suggestions EulaTerms and privacy
LoginRegister

COMMUNITY EVENT

શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ આયોજીત નવરાત્રી મહોત્સવ

શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ ની વાડી રેલ્વે સ્ટેશન રોડ, ભાવનગર.

Event information

Past event
Date
Time
9:00 PM (Asia/Kolkata)

THE OCCASION

About this event

સુજ્ઞ જ્ઞાતિજનો,
આપને જણાવતા આનંદ થાય છે કે, શ્રી હિંગળાજ માતાજીની કૃપાથી અને સર્વ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિજનોનાં સાથ સહકાર અને ઉમદા આર્થિક સહયોગથી માતાજીનાં સાંનિધ્યમાં નવરાત્રી મહોત્સવ પરંપરાગત રીતે છેલ્લા ઘણા વર્ષોથી યોજવામાં આવે છે.

: નવરાત્રી પ્રારંભ :
તા. ૦૩/૧૦/૨૦૨૪ ને ગુરૂવાર આસો સુદ ૧ થી તા. ૧૧/૧૦/૨૦૨૪ ને શુક્રવાર.

: શરદ પુનમ :
તા. ૧૬/૧૦/૨૦૨૪ ને બુધવાર આસો સુદ પુનમ (શરદ પુનમ) ના રોજ જ્ઞાતિની બહેનો માટે રાસ-ગરબા મેગા રાઉન્ડ નું સુંદર આયોજન કરવામાં આવેલ છે.

તો આગામી નવરાત્રી મહોત્સવને આનંદથી સાથે મળી ઉજવવા સર્વે જ્ઞાતિજનોને હાર્દિક આમંત્રણ છે.

  • રાસ-ગરબા સમય રાત્રીના ૯-૦૦ થી ૧૨ કલાક.
  • શરદ પુનમ - મેગા રાઉન્ડ રાત્રીના ૮-૦૦ થી ૧૦ કલાક.
    : સ્થળ :
    શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ ની વાડી રેલ્વે સ્ટેશન રોડ, ભાવનગર.

નોંધ :
૧. દરરોજ રાત્રે રાસ-ગરબામાં સારૂં પરફોર્મન્સ આપનાર બહેનોને નં. ૧ - ૨ - ૩ વિજેતા નકકી કરી ઇનામ આપવામાં આવશે...
૨. શરદ પુનમની રાત્રે રાસ-ગરબા (મેગા રાઉન્ડ) માં નં. ૧-૨-૩ વિજેતા નકકી કરી ઇનામ આપવામાં આવશે...
૩. રોજ રાત્રે રાસ-ગરબા પછી જ્ઞાતિ શ્રેષ્ઠીઓ દ્વારા અલગ અલગ અલ્પાહાર આપવામાં આવશે...

-: નિમંત્રક :-
શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ કાર્યવાહક સમિતિ વતી
સહ મંત્રી : શ્રી પરેશભાઇ એસ. શનિશ્ચરા
પ્રમુખ શ્રી : યોગેશભાઇ આર. જગડ