સમાજમાં પ્રેરણારૂપ કિસ્સો સસરાએ જમાઈને કિડનીનું દાન કરી નવજીવન આપ્યું
બોસમિયા પરિવારના શ્રી ચીમનલાલ પરષોત્તમદાસના સુપુત્ર, ડૉ. તેજસ કે જેમણે બાયોટેકનોલોજીમાં પી.એચ.ડી.ની પદવી મેળવી છે, તેઓ વર્ષ ૨૦૧૪થી કિડનીની ગંભીર બિમારીનો સામનો કરી રહ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ નિયમિત ડાયાલિસિસ પર હતા.ડૉ. તેજસના માતા લતાબેન અને પિતા ચિમનલાલે કિડની દાન કરવા માટેના તમામ જરૂરી રિપોર્ટ્સ કરાવ્યા, પરંતુ વયમર્યાદાને કારણે તેઓ કિડની આપવા યોગ્ય જણાયા નહીં. ત્રણ વર્ષના ડાયાલિસિસ દરમિયાન કેડેવર કિડની (અંગદાન) મેળવવા માટે પણ નામ નોંધાવ્યું હતું, પરંત તેમાં સફળતા મળી ન હતી.આ કપરા સમયમાં ડૉ. તેજસના ધર્મપત્ની રિદ્ધિએ તેમના પિયરમાં આ વિશે ચર્ચા કરી. ત્યારે તેમના પિતા અને ડૉ. તેજસના સસરા, શ્રી પ્રફુલ્લચંદ્ર નરોત્તમદાસ લૈયા (મૂળ ઊના, હાલ અમદાવાદ), પોતાની કિડની આપવા માટે આગળ આવ્યા. તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ સંબંધિત તમામ મેડિકલ ટેસ્ટકરાવ્યા અને સરકારી મંજૂરીની જટિલ પ્રક્રિયામાંથી પણ પસાર થયા. આશરે છ મહિનાના અંતે તારીખા ૧૫ જુલાઈ, ૨૦૨૫ના રોજ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું



