Explore the samaj

HomeBack to the community NukhFind your nukh GotraFind your gotra BusinessCommunity businesses HostelsStay and study MatrimonyFind a match EventsCommunity gatherings HistoryOur community roots TempleHinglaj Mataji JobsCommunity opportunities News & blogsNews and stories FeedbackShare your suggestions EulaTerms and privacy
LoginRegister
Back to stories
BLOG🕒 2:03 PM⏱ 3 min read

શ્રી જામનગર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ

સ્નેહી શ્રી જીતેન્દ્રભાઇ મુકિતલાલ દુબલ, શ્રી સુધિરભાઇ મુકિતલાલ દુબલ તથા શ્રી સુખદેવભાઇ જયંતિલાલ દુબલ, પંકજભાઇ જયંતિલાલ દુબલ તથા સમસ્ત દુબલ પરિવાર.
ગુજરાત તેમજ સમગ્ર ભારતવર્ષમાં વસવાટ કરતા બ્રહ્મક્ષત્રિય પરિવારો માટે ગામે-ગામ જ્ઞાતીની સમાજ વાડીની વ્યવસ્થાઓ આપણા વડીલો દ્રારા સ્થાપિત કરવામાં આવેલ છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના દરેક શહેરો-ગામો ખાતે સમાજ વાડીની વ્યવસ્થા છે, તેવીજ રીતે રાજકોટ ખાતે પણ હાલ કુલ-ર સમાજ વાડી છે, પરંતુ હાલના સમય-સંજોગોને ધ્યાને લેતા સૌરાષ્ટ્રના અનેક ગામોથી બ્રહ્મક્ષત્રિય પરિવારો સ્થળાંતરીત થઇ સૌરાષ્ટ્રની રાજધાની કહી શકાય તેવા રાજકોટ શહેર ખાતે પોતાનો વસવાટ બનાવેલ છે. બદલાતા સમય સાથે અને વસ્તીમાં વધારો થતાં હયાત સમાજ વાડી ખૂબજ નાની પડે છે, તેમજ આજના ફાસ્ટ યુગમાં પાર્કીંગની સમસ્યાને લઇ જ્ઞાતિજનો માટે હયાત સમાજ વાડી વામણી સાબીત થાય છે, જે પરિસ્થિતિને ધ્યાને લઇ રાજકોટ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ દ્રારા સુવિધા સભર નવી વાડી બનાવવા માટેના પ્રયાસો કરેલ છે, જે પ્રયાસોને આપના પરિવાર દ્રારા સાર્થક કરી રાજકોટ શહેરની ભાગોળે વિશાળ જમીન (એક એકર) પસંદ કરી ભૂમિદાન રૂપે આપેલ આર્થિક સહયોગથી રાજકોટ ખાતે વસતા જ્ઞાતિજનોને એક નવું નજરાણું આપના પરિવાર તરફથી અર્પણ થયેલ છે, જે કાર્યને બિરદાવી જામનગર સમસ્ત બ્રહ્મક્ષત્રિય પરિવાર ગર્વની લાગણી અનુભવે છે.આ તકે આપની જન્મ ભૂમિ અને મૂળ વતન જામનગરને ધ્યાને લઇ જામનગર ખાતે વડીલ શ્રી મુકિતલાલ મગનલાલ દુબલ જયારે જામનગર જ્ઞાતિ પંચના પ્રમુખ હતા ત્યારે સમાજ માટે અનેક સેવાકીય કાર્ય કરી સાથો-સાથ જામનગર ખાતે નવી વાડી તૈયાર કરવામાં તેમણે આગવી પહેલ કરી અથાગ પ્રયાસો થકી સમાજ માટે ખંભાળીયાના નાકા પાસે નવી વાડીના નિમાર્ણ કાર્યમાં તેમણે સેવાઓ આપેલ છે, વધુમાં એ પણ નોંધવા લાયક છે કે આપના વ્યવસાયને વિકાસની હરણફાળ ભરાવી જામનગરથી રાજકોટ ખાતે સ્થળાંતરીત કરી રાજકોટ ખાતે વસવાટ કરી રાજકોટ જ્ઞાતી પંચમાં શ્રી જયંતિભાઇ જોડાઇ ગયેલ અને ત્યાં પણ અનેક સેવાકિય કાર્યો ખાસ કરીને રાજકોટ ખાતે અનાજ સમીતીનું ગઠન કરી સમાજ સેવા કરેલ હતી. આપનો પરિવાર વ્યવસાયમાં સતત વ્યસ્ત રહેવા છતાં રાજકોટ ખાતે શ્રી સુધિરભાઇ પણ જ્ઞાતિ પંચમાં જોડાઇ સેવાકિય કાર્યો કરેલ છે, હાલમાં જામનગર ખાતે શ્રી સુખદેવભાઇ જ્ઞાતિ પંચના પ્રમુખ તરીકે કાર્યરત છે અને જામનગર ખાતે સેવાઓ આપી રહેલ છે, આ પ્રમાણે જ્ઞાતિના સેવાકિય કાર્યોને આ પ્રસંગે યાદ એટલા માટે કરવા પડે છે, કેમ કે આપના પરિવાર દ્વારા બ્રહ્મક્ષત્રિય સામજ માટે કાંઇક કરી છુટવાની ભાવનાને કાયમ રાખી ફળ સ્વરુપે રાજકોટ ખાતે નવી વાડી બનાવવા માટે માતબર રકમનું ભૂમિદાન કરવાની જાહેરાત કરી છે, જે બદલ જામનગર સમસ્ત બ્રહ્મક્ષત્રિય પરિવાર વતી ખૂબ-ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.ભિવષ્યમાં પણ સમાજ માટે આપના તરફથી આવા ઉમદા સેવા કાર્યો થતા રહે તેવી શુભ કામના સાથે. લી. શ્રી જામનગ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ, વતી શ્રી કિરીટભાઇ ચત્રભૂજભાઇ વલેરા-કાર્યવાહક-પ્રમુખશ્રીશ્રી ભૂપતભાઇ પ્રવિણભાઇ પડીયા-મંત્રીશ્રી શ્રી વસંતભાઇ શાંતિલાલ દુબલ-ખજાનચીશ્રી શ્રી અજીત દલપતરામ દુબલ-સભ્યશ્રીશ્રી મનોજભાઇ મોહનલાલ ભોજાણી-સભ્યશ્રીશ્રી સચીનભાઇ અરવીંદભાઇ હરગણ-સભ્યશ્રી નલક રવાનાઃ-શ્રી રાજકોટ સોરઠીયા બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ, રાજકોટ.બ્રહ્મક્ષત્રિયશ્રી રણજીતભાઇ હરિલાલ ભૂત-ઉપ-મંત્રીશ્રી શ્રી મુકુંદભાઇ રામદાસ ગોરાતેલા-સભ્યશ્રી ડો.શ્રી ભાવીનભાઇ શશીકાંતભાઇદુબલ-સભ્યશ્રી શ્રી મુકેશભાઇ મોહનલાલ ભોજાણી-સભ્યશ્રી શ્રી બીપીચંદ્ર રામજીભાઇ વીંછી-સભ્યશ્રી

More stories

View all →