Explore the samaj

HomeBack to the community NukhFind your nukh GotraFind your gotra BusinessCommunity businesses HostelsStay and study MatrimonyFind a match EventsCommunity gatherings HistoryOur community roots TempleHinglaj Mataji JobsCommunity opportunities News & blogsNews and stories FeedbackShare your suggestions EulaTerms and privacy
LoginRegister
Back to stories
BLOG🕒 7:19 AM⏱ 2 min read

રાજારામ સોસાયટીમાં બંગડીના કારખાનામાં તસ્કરો ત્રાટકયા રૂા.૬૫,૨૨૦ ના મુદ્દામાલની ચોરી

થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એમ.એસ.મહેશ્વરી અને ટીમે ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી રિક્ષામાં આવેલા બે શખ્સને ઝડપી ચોરાઉ તમામ મુદ્દામાલ કબ્જે કર્યો રાજકોટ. તા.૨૭ રાજારામ સોસાયટીમાં બંગળીના કારખાનામાં તસ્કરો ત્રાટકયા હતાં અને રૂ.૬૫૨૨૦ ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો નાસી છૂટતાં થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એમ.એસ. મહેશ્વરી અને ટીમે ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી રિક્ષામાં આવેલા બે શખ્સને ઝડપી ચોરાઉ તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે મોરબી રોડ પર રાજલક્ષ્મી સોસાયટી શેરી નં.૫ માં રહેતાં રાકેશભાઈ રાજેન્દ્રભાઈ બોસમીયા (ઉ.વ.૩૫) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાજારામ સોસાયટી શેરી નં-૦૩ માં ભાડેથી કારખાનુ રાખી પ્લાસ્ટીકની બંગડી બનવાવાનું કામ કરે છે. તેઓની દુકાન સવારના દશેક વાગ્યાથી રાતના આઠેક વાગ્યા સુધી ખુલી હોય છે અને રવીવારના દિવસે બંધ હોય છે. ગઇ તા.૨૪ ના સવારના દશેક વાગ્યાની આસપાસ તેઓ કારખાને કામ માટે આવી ગયેલ તે દિવસે હોળીનો તહેવાર હોય જેથી સાંજના પાચેક વાગ્યાની આસપાસ કારખાનને લોક મારી બંધ કરી ઘરે જતાં રહેલ હતાં. ત્યારબાદ ગઈકાલે સવારના દશેક વાગ્યાની આસપાસ કારખાને ગયેલ અને અંદર પ્રવેશ કરતા દુકાનમાં રાખેલ પ્લાસ્ટીકની બંગડીનો માલ સામાન જેમા અલગ અલગ કલરની અને ડિઝાઈનની બંગડીનો સેટ ૧૪ બોક્સમાં રાખેલ હતાં. જેમાં કુલ ૨૮૭ બોક્સ કિંમત રૂ.૬૦૨૭૦ તેમજ અન્ય અલગ અલગ ડિઝાઈનની બંગડીના બોક્સ ૬ કિંમત રૂ. ૪૯૫૦ મળી કુલ રૂ. ૬૫૨૨૦ નો મુદ્દામાલની કોઈ અજાણ્યા શખ્સો કારખાનામાં ઘુસી ચોરી કરી નાસી છૂટયા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એમ.એસ. મહેર વરી અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી ચોરી કરવા રિક્ષામાં આવેલા બે શખ્સોને સકંજામાં લઈ ચોરીમાં ગયેલ તમામ રૂ.૬૫૨૨૦ નો મુદ્દામાલ કબ્જે કરી ચોરીનો ભેદ ઉકેલી વધું તપાસ હાથ ધરી હતી.

More stories

View all →