પાકિસ્તાનમાં હિંગળાજમાતા સહિતા મંદિરો તોડાયાં, યુનેસ્કો પાકિસ્ત હેરિટેજ સાઇટો પણ ન છોડી
નવી દિલ્હી: પાકિસ્તાનમાં હિન્દુ મંદિરોને કથિત રીતે નિશાન બનાવવાનું ચાલુ છે. સિંધ રાજ્યમાં આવેલા હિંગળાજમાતા મંદિરને તાજેતરમાં જ તોડી પડાયું હોવાના સમાચાર જાણવા મળ્યા છે. કહેવાય છે કે પાકિસ્તાનમાં યુનેસ્કોની માન્યતા મળી હોય તેવાં સ્થળોને પણ નિશાન બનાવાઈ રહ્યાં છે. જોકે, પાકિસ્તાન સરકાર કે ભારત સરકાર તરફથી આ બાબતે હજુ સુધી સત્તાવાર પ્રતિક્રિયા નથી મળી. રિપોર્ટ અનુસાર, મીઠી હિંગળાજમાતા મંદિરને તોડી પડાયું છે. અધિકારીઓએ તેની પાછળ કોર્ટનો આદેશ હોવાનું જણાવ્યું હતું.



