પાઠય પુસ્તકો મેળવવા તથા માર્કશીટ અંગેની સુચના
શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ ભાવનગર દ્વારા બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના જે વિઘાર્થી ભાઇ – બહેનો ઘોરણ ૧ થી ૧૨ માં અભ્યાસ કરતા હોય તેમને માત્ર ગુજરાત રાજય પાઠય પુસ્તક મંડળ દ્વારા પ્રકાશીત પાઠય પુસ્તકો પેટે રોકડ સહાય આગામી તા.૦૮.૦૬.૨૫, તા.૧૫.૦૬.૨૫ એમ બે રવિવારના દીવસે સવારે ૧૦-૦૦ થી ૧૨-૩૦ વાગ્યા સુધીમાં શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડીમાંથી મેળવી લેવા વિનંતી છે.નિયત કરેલ પાઠય પુસ્તકો ખરીદ કર્યા અંગેનું પાકુ બીલ તથા ગત પરિક્ષાની માર્કશીટની ઝેરોક્ષ નકલ રજુ કરવાથી પાઠય પુસ્તકની રકમ પેટે નિયત થયેલ રકમ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ તરફથી આપવામાં આવશે. જે રકમ મળ્યા બદલ વાઉચરમાં સહિ કરી આપવાની રહેશે.આ ઉપરાત શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં ઉતીર્ણીય થયેલ વિઘાર્થીઓ પૈકી જે વિદ્યાર્થી ભાઇ – બહેનોએ ઉચ્ચ ગુણ મેળવી પ્રથમ, દ્વિત્ય અને નૃત્ય સ્થાન મેળવેલ હશે તેમને ગુણવંત્તાના ઘોરણે ઇનામ આપી સન્માનીત કરવામાં આવશે. તો દરેક વાલીઓએ પોતાના સંતાનોની માર્કશીટની ઝેરોક્ષ નકલ પાછળ વિદ્યર્થીનું નામ, વાલીનું પુરૂ નામ, તેમજ અટક સાથે પુરી વિગત દર્શાવવાની રહેશે.રહેણાકનું પોસ્ટલ એડ્રેસ, મોબાઇલ નંબર વિગેરે માહિતી લખવાની રહેશે. માર્કશીટ આપણી વાડીમાં મેતાજીને ઓફીસ સમય દરમ્યાન સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ અને સાંજના ૪-૩૦ થી ૭-૩૦ સુધીમાં પહોચાડવા વિનંતી છે.



