માત્ર ૮ મહિનામાં જ ધ્રુવિલ ધગીયા નેશનલ રિનાઉન્ડ પિસ્તોલ શૂટર બન્યો
માત્ર ૮ મહિનામાં જ ધ્રુવિલ ધગીયા નેશનલ રિનાઉન્ડ પિસ્તોલ શૂટર બન્યો ગૌરવપથ ગજેરા શાળાના ધ્રુવિલે ટાર્ગેટ રાઈફલ શૂટિંગ એકેડમીમાં તાલીમ લીધી ધબકાર પ્રતિનિધિ, સુરતના પાલ સ્થિત એલ.પી સવાણી સ્કૂલમાં કાર્યરત ટાર્ગેટ રાઈફલ શૂટિંગ એકેડમીના શૂટર ડો.અભિષેકસિંહ રાજપૂતએ જણાવ્યું હતું કે શટિંગ એકેડમીમાં છેલ્લાં ૮ મહિનાથી શૂટર કોચ સાઈ ચેવલીના નેતૃત્વમાં તાલીમ મેળવી રહેલા ગૌરવપથ સ્થિત ગજેરા વિદ્યાભવનના વિદ્યાર્થી ધ્રુવિલ ધગીયાએ તારીખ ૧૯ ડિસેમ્બરથી દિલ્હી ખાતે શરુ થયેલી ૬૯મી નેશનલ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં તેણે પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન થકી ૧૦મી. મેન પિસ્તોલ શૂટિંગની યુથ કેટેગરી(ISSF)માં ૬૦૦ માંથી ૪૪૮ સ્કોર હાંસલ કરી નેશનલ રિનાઉન્ડ પિસ્તોલ શૂટર તરીકેની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ધવિલની આ સિદ્ધિસુરત સહીત સમગ્ર ગુજરાત રાજ્ય માટે એક ગર્વની બાબત ગણી શકાય. ધ્રુવિલની આ સફળતા યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ સાબિત થઈ છે અને રાજ્યમાં શૂટિંગ રમતના વિકાસને નવી દિશા આપશે એમાં કોઈ શંકા નથી.



