બલુચિસ્તાન આઝાદ થયું તો કરોડો હિન્દુઓ માટે ખુલી જશે માતા હિંગળાજ મંદિરના દરવાજા | બ્રહ્મક્ષત્રિય સમાજ - ખત્રી
બલુચિસ્તાનમાં બળવાખોરોએ અલગ દેશ બનાવવાની જાહેરાત કરી. આ માટે UN પાસેથી પણ મદદ માંગવામાં આવી છેબલુચિસ્તાન આઝાદ થયું તો કરોડો હિન્દુઓ માટે ખુલી જશે માતા હિંગળાજ મંદિરના દરવાજાઃ અહીં પડ્યું હતું માતા સતીનું માથું. લાખો હિન્દુઓનું હિંગળાજ માતા અને કટાસરાજ મંદિરમાં પૂજા કરવાનું સ્વપ્ન સાકાર થશે.
નવી દિલ્હી,તા.૧૬ઃ પાકિસ્તાની આર્મી ચીફ આસીમ મુનીર અને વડા પ્રધાન શાહબાઝ શરીફની ખોટી નીતિઓનું પરિણામ આખો દેશ ભોગવી રહ્યો છે. ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતે દેવા પર ટકી રહેલા પાકિસ્તાન પર એવો ઘા કર્યો છે કે તે દાયકાઓ સુધી ભૂલી શકશે નહીં. તે જ સમયે, બલુચિસ્તાન પ્રાંતના લોકો પણ હવે જુલમ સામે ઉભા થયા છે. તાજેતરના સમયમાં, બલૂચ બળવાખોરોએ એવીઘટનાઓ અને હુમલાઓને અંજામ આપ્યો છે જેણે સમગ્ર પાકિસ્તાનને હચમચાવી નાખ્યું છે. હવે ત્યાંના લોકોએ બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ ગણાવીને પોતાને એક અલગ દેશ જાહેર કર્યો છે. ત્યાંના નેતાઓ કહે છે કે તેઓ હવે પાકિસ્તાન સાથે રહી શકતા નથી અને બલુચિસ્તાન હવે એક સ્વતંત્ર રાષ્ટ્ર છે. આ સાથે, બલૂચોએ બલુચિસ્તાનને અલગ દેશનો દરજ્જો આપવા માટે ભારત અને સંયુક્ત રાષ્ટ્ર પાસેથી મદદ માંગી છે. જો આવું થશે તો ભારતના લાખો હિન્દુઓનું હિંગળાજ માતા અને કટાસરાજ મંદિરમાં પૂજા કરવાનું સ્વગ્ન સાકાર થશે.જે રીતે બલૂચ લોકો દરરોજ પાકિસ્તાની સેના અને સશસ્ત્ર દળોના એકમોને નિશાન બનાવીને પાકિસ્તાન સરકારને ચેતવણી આપી રહ્યા છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે અલગ રાષ્ટ્રની માંગ અટકવાની નથી. જો બલુચિસ્તાન એક સ્વતંત્ર દેશ બનશે, તો દેશના હિન્દુઓ માટે બે મોટા અને ઐતિહાસિક મંદિરોના દરવાજા ખુલશેઃ
પહેલું હિંગળાજ માતા મંદિર અને બીજું કટાસરાજ મંદિર. જેમ ભારતીય શીખ સમુદાય માટે કરતારપુર કોરિડોર બનાવવામાં આવ્યો અને ગુરુદ્વારાદરબાર સાહિબ સુધી પહોંચવું સરળ બન્યું, તેવી જ રીતે હિંગળાજ માતા મંદિર અને કટાસરાજ મંદિરના દરવાજા ભારતીય હિન્દુઓ માટે ખોલી શકાય છે.
બલુચિસ્તાન અલગ દેશ બનવાથી, ભારતીયોને ત્યાં સ્થિત હિંગળાજ માતા મંદિર સુધી સીધી પહોંચ મળશે, કારણ કે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે, અહીં હિન્દુઓનો -વેશ મર્યાદિત છે. આ મંદિર ભારતના હિન્દુઓ માટે ખાસ મહત્વ ધરાવે છે, જ્યાં ભારતીયોની ખૂબ જ ઓછી પહોંચ છે. હિંગળાજ માતા મંદિર પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના લાસબેલા જિલ્લામાં સ્થિત એક પ્રાચીન અને ખૂબ જ પવિત્ર મંદિર છે. આ મંદિર હિન્દુ ધર્મના ૫૧ શક્તિપીઠોમાંથી એક છે અને તેને હિંગળાજ શક્તિપીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવ માતા સતીના શબ સાથે ભટકતા હતા, ત્યારે ભગવાન વિષ્ણુએ સતીના શરીરને ટુકડા કરી નાખ્યું હતું અને જ્યાં પણ આ પડ્યું ત્યાં શક્તિપીઠોની રચના થઈ. હિંગળાજ એ જગ્યા છે જ્યાં માતા સતીનું માથું પડ્યું હતું. આ મંદિર હિંગોલ નદીના કિનારે આવેલું છે અને ચારે બાજુ ટેકરીઓથી ઘેરાયેલું છે.
અહીં દેવીની પૂજા હિંગળાજ દેવી અથવા નાની માં નામથી પણ થાય છે અને ખાસ કરીને સિંધી અને બલોચ હિન્દુ સમુદાયોમાં તેનું વિશેષ મહત્વછે . આ સ્થળની વિશેષતા એ છે કે મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો પણ અહીં શ્રદ્ધા ધરાવે છે અને દેવીને નાની પીર માને છે. હિંગળાજ યાત્રા એક મુશ્કેલ પણ આધ્યાત્મિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ યાત્રા માનવામાં આવે છે. તેને હિંગળાજ યાત્રા પણ કહેવામાં આવે છે. આ સાથે, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ચકવાલમાં સ્થિત કટાસરાજ શિવ મંદિર પણ ખૂબ જ ઐતિહાસિક અને જૂનું છે. ભારત-પાકિસ્તાન તણાવને કારણે, અહીં હિન્દુઓની પહોંચ લગભગ નહિવત્ છે, પરંતુ બલુચિસ્તાનની રચના સાથે, હિન્દુઓને અહીં પ્રવેશ મળશે. કટાસરાજ શિવ મંદિર એ ભગવાન શિવને સમર્પિત એક પ્રાચીન હિન્દુ મંદિર છે, જે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ચકવાલ જિલ્લામાં સ્થિત છે. આ મંદિર એક મંદિર સંકુલનો ભાગ છે, જેમાં બીજા ઘણા નાના મંદિરો પણ શામેલ છે. કટાસરાજ મંદિરની વિશેષતા અહીં આવેલું પવિત્ર તળાવ છે, જેને કટાસ કુંડ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ તળાવ ભગવાન શિવનાઆંસુઓમાંથી બન્યું હતું જ્યારે તેઓ તેમની પત્ની સતીર્થી અલગ થવાનો શોક વ્યક્ત કરતા હતા.
કટાસરાજ મંદિર પ્રાચીન સમયમાં હિન્દુ ધર્મના શિક્ષણ અને દર્શનના એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે જાણીતું હતું. એવું કહેવાય છે કે પાંડવો તેમના વનવાસ દરમિયાન થોડો સમય અહીં રોકાયા હતા. આ ઉપરાંત, એવું પણ માનવામાં આવે છે કે મહાન દાર્શનિક અને વિદ્વાન આદિ શંકરાચાર્યએ અહીં તત્વજ્ઞાનનો પ્રચાર કર્યો હતો. કટાસરાજ મંદિર સંકુલનું સ્થાપત્ય હિન્દુ-બૌદ્ધ શૈલીનું અદ્ભુત ઉદાહરણ છે. જોકે, ભાગલા પછી, આ મંદિરમાં પૂજા ઓછી થઈ ગઈ. જોકે, તે આજે પણ પાકિસ્તાનમાં હિન્દુઓ માટે એક મહત્વપૂર્ણ તીર્થસ્થળ છે.
Credit: અકિલા ૫ શુક્રવાર તા. ૧૬-૫-૨૦૨૫