આવું જ આપણા સમાજ નુ પણ છે
જે સેવાભાવ થી સમાજ ના લોકો ની ચિંતા કરે છે. જેનામા સમાજ ને આગળ લાવવાની ભાવના છે, પોતાના પરિવાર ની જવાબદારી માથી, પોતાના વ્યવસાય માથી અને પોતાના જીવનમાંથી બધેથી થોડું ઘણું આધુ પાછુ કરી સમય કાઢી, સમાજ માટે તે તન મન અને ધનથી ધસાય જાય છે.
"સમાજ તેની કે તેના પરિવાર ની ચિંતા પણ નથી કરતો" અને સમાજ તેને કાંતો નવરો છે તેમ માને છે કાંતો તેને શોખ છે તેવું માને છે
અને જો તે સમાજની સંસ્થામા હોદેદાર તરીકે હોય તો તો એ કરે તો શું મોટી વાત છે. તેને તો કરવું જ જોઈએ ને તેની તો આ ફરજમા આવે તેવું સમાજના લોકો કેહતા હોય છે.
અને સમાજના લોકો તેને સમાજ સુધારાનું મોટું લિસ્ટ પકડાવી દે છે. હજું તમારે આટલુ આટલુ કરવાની જરૂર છે.
તો શું સમાજ ના એક સભ્ય તરીકે તમારે કંઈ નહી કરલાનુ ? માત્ર સમાજના સેવકો ને સમાજ સુધારાના લિસ્ટ જ પકડાવાના ! અને તે અને તેનો પરિવાર એય સુખેથી જીવે સમાજ સેવકો ભલે દોડ્યા રાખે નિસ્વાર્થ ભાવે.
શુ એને કુટુંબ પરિવાર વ્યવસાય કે તેનું અંગત કય જીવન જ નહીં હોય ?
સમાજ સેવકો દિવસ રાત સમાજ ના વિકાસ ઉત્થાન અને સમાજના લોકોની ચિંતા જ કરવાની અને એય પણ કોઈ વળતર ની અપેક્ષા વગર.
અને પાછા એમ પણ કે તેમા શું તેણે મોટું કામ કર્યું છે. તેની તો એ જવાબદારી છે અથવા તેને સોખ છે.
એટલે સમાજ કાર્ય કરનાર ને ઘર પરિવાર કે કુટુંબ કય નથી અને સમાજના લોકો તેવું જ માને છે કે તેને સોખ છે,તે નવરો છે, કાંતો જો તે જવાબદારી મા હોય તો તેની તો એ જવાબદારી છે તેમ કયને ઉભા રે છે.
એટલે એક જાતનો સમાજના લોકોએ સમાજ સેવકોને ઠેકો આપી દીધો છે અને તેમને ઘરે જય નિશ્ચિત શુય જવાનું.
તેથી જ્યાં સુધી સમાજના 30 થી 40 ટકા લોકો જાગશે નહીં ત્યાં સુધી સમાજનુ કોઈ કલ્યાણ કરી શકે તેમ નથી.
આપણી ભાવના સારી હોય તેનાથી આપણે એકલ દોકલ સારા સમાજ ઉપયોગી કાર્યો કરી શકીશું પણ સમાજની સર્વાંગીણ ઉન્નતિ કરવી હશે તો સમાજે જાગવું જ પડશે અને તો જ એ શક્ય છે.



