Explore the samaj

HomeBack to the community NukhFind your nukh GotraFind your gotra BusinessCommunity businesses HostelsStay and study MatrimonyFind a match EventsCommunity gatherings HistoryOur community roots TempleHinglaj Mataji JobsCommunity opportunities News & blogsNews and stories FeedbackShare your suggestions EulaTerms and privacy
LoginRegister
Back to stories
BLOG🕒 10:00 AM⏱ 1 min read

અંજાર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિએ સ્નેહમિલન સાથે તેજસ્વી તારલાઓની પ્રતિભાને સન્માનિત કરી

અંજાર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ પ્રેરિત અને અંજાર મહિલા મંડળ આયોજિત સ્નેહમિલન, સરસ્વતી સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સારસ્વત બ્રાહ્મણ સમાજવાડી ખાતે સમાજના અગ્રણી મગનલાલ સંઘાડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
કાર્યક્રમના અતિથી વિશેષ તરીકે ગાંધીધામ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચના પ્રમુખ ધનસુખભાઈ ટાટારિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભુજ બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળના પ્રમુખ દયાગૌરીબેન મચ્છર, ભુજ બ્રહ્મક્ષત્રિય યુવક મંડળના સલાહકાર વેલજીભાઈ મચ્છર, ગાંધીધામના ગોપાલભાઈ લીયા ઉપસ્થિત રહ્યા હતા. અંજાર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચના પ્રમુખ સમીરભાઈ છાટબારે સ્વાગત કર્યું હતું, જેન્સી સેતાએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું.સ્ટી જીતેન્દ્રભાઈ સોનેજી, વસંતબેન સંવાડિયા, ડૉ. કલ્પેશભાઈ મચ્છર, મુકેશભાઈ ટાટારિયા અને અંજાર મહિલા નાના ૨, વર્ડ, બ મંડળના પ્રમુખ રિદ્વિબેન છાટબાર દ્વારા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. માનસી સોનેજી, હેન્સી સોનેજી, ક્રિશા સોનેજી, પ્રિન્સી મચ્છર, દિયા નિર્મળ અને દિતિ નિર્મળ એ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો. LKG થી કોલેજ સુધીના જ્ઞાતિના તમામ વિદ્યાર્થીઓને અંજાર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ દ્વારા પ્રમાણપત્ર અને ઈનામ આપી સન્માનિત કરાયા હતા. અમિતભાઈ નિર્મળ દ્વારા દરકે વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આપી હતી. સમીરભાઈ છાટબારે દાતાનું સન્માન કર્યું હતું. બી.ઈ. ની પદવી મેળવનાર તેજસ મુકેશભાઈ બ્રહ્મક્ષત્રિય અને સાગરકુમાર દીપકભાઈલિયાને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.ગાંધીધામના વિક્રમાભાઈ મામતોરા અને અમિતભાઈલિયા દ્વારા મ્યુઝીકલ હાઉઝીનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુઝીકલ હાઉઝીના વિજેતાઓને વેલજી કેશવજી મચ્છર પરિવાર દ્વારા ઈનામ આપવામાં આવ્યા હતા.

More stories

View all →